દેશના કેટલાક વિસ્તારમાં કેશની અછતની ખબર મળી રહી છે. કેટલીએ જગ્યાઓ પર એટીએમ પર નો કેશના બોર્ડ લાગી ગયા છે. કેશની આ અછતે દેશને ડિઝિટલ ઈન્ડીયા તરફ પગલું ભરવા મજબૂત કરી દીધા છે. એવામાં ડિઝિટલ ઈન્ડિયા સાથે જોડાયેલ કંપનીઓના સારા દિવસ આવી રહ્યા છે.

કેશની અછત ડિઝિટલ ઈન્ડીયા માટે વરદાન સાબિત થઈ રહી છે. સળંલ ડિઝિટલ પેમેન્ટના આંકડામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકાર એક નવું પુશ આપવાની તૈયાર પણ કરી રહી છે.

  • અવિનાશ ગોરક્ષકરની પસંદ


સ્ટ્રલાઈન ટેક ખરીદો - 322 રૂપિયા, લક્ષ્ય(12 મહિના) - 400 રૂપિયા

સ્ટારલાઈન ટેક 4જી-એલટીઈ માટે બ્રોડબેંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે. ચીન, બ્રાજિલ, યૂરોપમાં પણ તેનો બિઝનેસ છે. સ્માર્ટ સીટી, ભારતનેટ જેવી યોજનાનો ફાયદો કંપનીને મળશે. આ કંપનીનો 30-33 ટકા ગ્રોથ થાય તેવી સંભાવના છે.

ટાટા કમ્યુનિકેશન ખરીદો - રૂ. 621 છે, લક્ષ્ય (12 મહિના) 780 રૂપિયા

ટાટા કમ્યુનિકેશન ગ્લોબલ ટેલિકોમ સોલ્યુશન કંપની છે, જે 2000 મોબાઈલ કંપનીઓ, કોર્પોરેટ્સને સેવા આપે છે. આની પાસે 5 લાખ કિમી સબ-સી ફાઈબર નેટવર્ક છે. ડેટાની માંગ વધતા કંપનીનો બિઝનેસ વધી રહ્યો છે.

ક્વિક હીલ ખરીદો - રૂ. 316, લક્ષ્ય (12 મહિના) - 400 રૂપિયા
ક્વિક હીલ સોફ્ટવેર સિક્યોરિટી બિઝનેસમાં 30 ટકા માર્કેટ શેર રાખે છે. કેટલીએ કોર્પોરેટ અને સરકારી કંપનીઓ તેની ગ્રાહક છે. ડિઝિટલ ઈન્ડીયાનો ફાયદો ક્વીક હીલને જરૂર મળશે.

એલએન્ડટી ઈન્ફોટેક ખરીદો - રૂ. 1392 છે, લક્ષ્ય (12 મહિના) - 1660
અગામી 2 વર્ષમાં એલએન્ડટીની આવક વધવાની સંભાવના છે. ડિઝિટલ તરપ લોકો વળતા તેને ફાયદો થશે.

  • ટી એસ હરીહરની પસંદ


ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ ખરીદો - 487 રૂપિયા, લક્ષ્ય (12 મહિના) - 730 રૂપિયા
ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ કેશલેસ પેમેંટ બનાવતી એક માત્ર લિસ્ટેડ કંપની છે. ટીવીએસ ગ્રુપની આ કંપનીને કેશલેસ પેમેંટ આવવાથી ફાયદો મળશે.

ટીસીએસ ખરીદો - 3190 રૂપિયા, લક્ષ્ય(12 મહિના) 3500 રૂપિયા
વર્ષ 2018માં ડિઝિટલ સેગમેંટથી કંપનીની વાર્ષીક આવક 35 ટકા વધી છે. કંપનીની કુલ આવકમાં ડિઝિટલ સેગમેંટનો હિસ્સો 22 ટકા છે.

બારટ્રોનિક્સ ઈન્ડીયા ખરીદો - 10 રૂપિયા, લક્ષ્ય (12 મહિના) - 15 રૂપિયા
બારટ્રોનિક્સ ઈન્ડીયા બાર કોડિંગની સેવા આપતી પ્રમુખ કંપની છે. કંપની આરએફઆઈડી, સ્માર્ટકાર્ડ, બાયોમેટ્રિક ટેક્નોલોજીની સેવા પણ આપે છે. અમેરિકા, સિંગાપુર, અને ખાડી દેશોમાં પણ કંપનીનો બિઝનેસ છે. બાયોમેટ્રિક ઈન્ડીયાએ જન-ધન યોજના હેઠળ સરકાર સાથે પણ કામ કર્યું છે.
Share To:
Next
This is the most recent post.
Previous
Older Post

Post A Comment: